ખુદને પણ શોધવા હું ખુદથી છું એકલો ,
કૂરસદમાં પણ,મળે કયા ખુદથી છું એકલો .
સાથ ક્ષણભરનો,મળે ક્યાં કોઇનો જો રાહમાં,
લાગણીનો ભાર કહું છું આંખથી છું એકલો
પૂંછ ના તું ,ધાવ ના એ ઘર વિશે તું હાલમાં,
ના ગમે આમે કહેવું, પ્યાર થી છું એકલો .
દર્દને પણ દર્દ છે,જો એ વિરહના ઘર થકી ,
આંસુ લૂંછું છું,ગમોની રાખથી છું એકલો.
તણખલાં પણ જો ઊગ્યા છે આ ફકીર ના હાથમાં ,
ના મળે સાગર નદીયું જાત થી છું એકલો .
નીતા ટુંડાયા "નવલ"
Date : 28, 1,2017
No comments:
Post a Comment