Sunday, 15 January 2017

હાઈકુ

*હાઈકુ માળા*

1)        રંગબેરંગી
       
        ઊડી પતંગો ખૂબ,

           ઉત્તરાયણ.

2 )   આકાશી સૃષ્ટિ

       છવાઈ પતંગોથી,

           રંગાબેરંગી.

3 )    પવન સંગે

      પતંગ ઊડતીને,
   
       આંખડી ઠરે.

4) મૌન પતંગો

   ચીસ પાડે છે ત્યારે,

      ડર લાગે છે.

જેનાં વડે ચગાવાઈ!

એનાંથી જ કપાઈ!!!!!

5)  પતંગ વિશ્વ

   ઉત્તરાયણ દિને,

    પ્યારું લાગ્યું છે.

6)  ભય પમાડે

    પહેલાં ઢીલ દઈ,

     કાપે પતંગ.!!!!!

*તૃપ્તિ ત્રિવેદી "તૃપ્ત"*

No comments:

Post a Comment