મહેસુસ કરો તો આપણી દરમ્યાન છે અહીં.
માનવ સ્વરૂપે પણ ઘણાં ભગવાન છે અહીં.
રડતા તો મેં બધે જ સમજદાર જોયા છે.
હસતા તો એ રહે છે જે નાદાન છે અહીં.
મરવું પડે છે જિંદગી જીવવા ઘણી વખત,
શું મોત એટલે બહુ આસાન છે અહીં ?
વાંચી શકે તો વાંચ તું પર પીડ સર્વની;
બસ એજ બાઈબલ, ગીતા, કુરાન છે અહીં.
ઈર્ષ્યા, ઘમંડ, વાસના, ગુસ્સો ને છળકપટ;
હા મારવાના એજ તો શૈતાન છે અહીં.
સર્જક
No comments:
Post a Comment