Saturday, 14 October 2017

ગીત

*હેમાનું ગિત*

લિલ્લાંછમ ખેતરનો લિલ્લોછમ મોલ જોઇ હેમાનો હરખ ના માતો.
પંડયનો પરસેવો પીવરાયો તાણતો  પાક્યો સ પાક રૂડો આતો.

ઉંણ સાલ લાલિયાન નેહાળે મુચ્યાવું અંબાનો દાગીનો હાચો,
તુટમુટ ખાટલીન વેગળી કરીન મું ઘડાવું મસમોટો માંચો.

આવું આવું તો કૈં કેટલું વિચારીને હેમા એ ગાળીતી રાતો.
પંડયનો પરસેવો પીવરાયો તાણતો  પાક્યો સ પાક રૂડો આતો.

આંબાના છાંયડે બેઠેલા હેમો ભૈ ખેતરને આંખોમાં ભરતા,
બીડીના થોક થોક ધૂમાડે હેમો ભૈ આશાના આકાશે ચડતા.

હરખના હિલ્લોળે ઉંઘીગ્યાં હેમો ભૈ મંદમંદ વાયુ પણ વાતો.
પંડયનો પરસેવો પીવરાયો તાણતો  પાક્યો સ પાક રૂડો આતો.

અચાનક હેમાની આંખ જયાં ઉઘડી ત્યાં ખેતરના માલિકને જોયો,
સઘળી આશાઓને ખંખેરી હેમો તો પોહ પોહ આંસુડે રોયો.

મારૂં વાયેલું એ મારૂં ચ્યોં હતું! મુતો કોક્નું  આલેલું ખાતો,
પંડયનો પરસેવો પીવરાયો તાણતો  પાક્યો સ પાક રૂડો આતો.

                  - તુરી રાહુલ "ઝીલ"

No comments:

Post a Comment