Thursday, 12 October 2017

ગઝલ

કર પદ્મ ની એ પાંખડી હતી
અંજલિ ભરેલ એ અંગુલી હતી

તરુની સુકુમાર ડાળી હતી
પર્ણ  રેખા જેવી  હથેળી હતી

જળમાં મીન  શી આંખડી હતી
કોઇ સુરીલા ગીતની કડી હતી

વરસ સોળ ની પધરામણી હતી
નાજુક નમણી લજામણી હતી

અધખીલી કળીનું નર્તન હતી
ફુરસદે થયેલ ઇશ્વર નું સર્જન હતી...

માના વ્યાસ

No comments:

Post a Comment