Thursday, 12 October 2017

અછાંદસ


આવી આ વષઁની દિવાળી;
હર હાથમાં પથ્થર છે,
આવી આ વષઁની દિવાળી;
રંક ઝૂંપડી સળગે છે.
ચારોતરફ ઘોર અંધકાર,
ઘરમાં દિપ સળગે,
આવી આ વષઁની ....
નાતજાતના વાડાઓ કરી;
મોં પર લોહી મલે,
આવી આ વષઁની....
કયાંક ખુશી,  કયાંક આતંક,    
મન મન ડર વસે,  આવી...
જખ્મ છે માથે, હાથમાં પથ્થર;
આજ આવુ મંજર છે; આવી...
ઉઙયો પવનને બુઝયાં દિપક,
આ દેશ પર કહેર છે,
આવી ....
આ રાત ઘોર થઇ,
ને! પાયલ ઙરની રણકે;
આવી....
શું જલાવે દિપક " હીર",
પતંગા ભઙ ભઙ બળે,
આવી...

મુંગળા હિરેન " હીર"

No comments:

Post a Comment