એમ કહેવાય છે કે કવિ શ્રી અમૃત ઘાયલે નીચેની ગઝલ રાજકોટમાં વડાપ્રધાન શ્રી જવાહર લાલ નહેરુને રૂબરૂમાં સંભળાવી તેથી ત્યારે તે બેઠકમાં સોપો પડી ગયો હતો.
મેલું ઘેલું મકાન તો આપો !
ઘૂળ જેવુંય ધાન તો આપો.
સાવ જૂઠું શું કામ બોલો છો,
કોક સાચી જબાન તો આપો.
થોડો ઝાઝો હિસાબ તો આપો !
ખોટો સાચો જવાબ તો આપો !
બાગમાં ભાગ છે અમારો પણ,
એક વાસી ગુલાબ તો આપો.
સુખના બેચાર શ્વાસ તો આપો !
જિંદગાની ભાસ તો આપો !
મુક્ત વાતાવરણના સ્વામીઓ,
કૈં હવા કૈં ઉજાસ તો આપો !
મુક્તિનું એને સાજ તો આપો !
આદમીનો અવાજ તો આપો !
માઈના પૂત માનવીને પ્રથમ,
માનવીનો મિજાજ તો આપો !
અમૃત ઘાયલ
No comments:
Post a Comment