Thursday, 26 January 2017

ગીત

માણસ.....
----------------
મોટો પ્રેમી થઇને માણસ
ફરી રહ્યો થઇ વેમી માણસ
દીનહી દુખીયારો માણસ
તરસ્યાનો પાણી આરો માણસ
વૈદ દાક્તર દર્દિ માણસ
ભગવિ ખાખી વર્દિ માણસ
કવિ કોવિદ લેખક માણસ
પરમ પામર પ્રેક્ષક
માણસ
વાદક ગાયક નાયક માણસ
નાલાયક ને લાયક માણસ
વિશ્લેષક ને વકતા માણસ
પાર્ટીના પ્રવકતા માણસ
રંક રાજા વાજા માણસ
વાસીછે કોઇ તાજા
માણસ
માણસ માણસ રમતા માણસ
માણસની જેમ ભમતા માણસ

આંબાલાલ કવિ

No comments:

Post a Comment