એ વીર
અલગારી થઇ આતમ વડે ઉભા છે એ વીર
ભારતમાતાની રક્ષા માટે ઉભા છે એ વીર
અણધારી ઘડી આવે તોય ઉભા રહે
તોય ટચ ન મચ ઉભા છે એ વીર
છે કોઈ સંતાન તો કોઈ છે પિતા
યાદો નિરંતર લઈ ઉભા છે એ વીર
દુશ્મનોનું ગળું કાપી ના થાઈ રાજી
કફન પહેરી સલામ દઈ ઉભા છે એ વીર
ભારતમાતને વંદન છે આ પુત્રો પર
સાચો ભગવાન એજ છે એ ઉભા છે એ વીર
*રહીશ*
No comments:
Post a Comment