Wednesday, 25 January 2017

ગઝલ

*નાઝિર દેખૈયાના મિસરા પરથી તરહી*

*છંદ*:-ગાગાલ ગાલગાલ લગાગા લગાલગા

*મિસરો* :- દિલને નથી કરાર તમારા ગયા પછી.

આ બાગ તારતાર તમારા ગયા પછી,
આવી નથી બહાર તમારા ગયા પછી.

એવુ નથી કે લખવુ નથી કવન જો પણ,
આવ્યા નહીં વિચાર તમારા ગયા પછી.

બાકી અહીં બરાબર છે હાલ આપણા
દિલને નથી કરાર તમારા ગયા પછી.

કોઈ હતી ઓળખાણ અમારી દર્દથી,
લીધો કરી મેંકરાર તમારા ગયા પછી.

એ કુંડુ છે એ જ ફૂલ નથી કોઈ પણ,
સહુ રે' છે એ બિમાર તમારા ગયા પછી.

વિરલ દેસાઈ"પાગલ"

No comments:

Post a Comment