રસ્તા સઘળા ત્યાંના ત્યાં જ છે
દોડતો માણસ જરા બદલાયો છે.
મંજિલ હર રસ્તે હોય જ છે
શકીલો માણસ જરા ફંટાયો છે.
ચંચળ મન તો હોય જ છે
આ માણસના ચરણો જરા ડગ્યા છે.
મુકામે પહોંચવાની આશ હોય જ છે
ઉતાવળો માણસ જરા શૉર્ટકટ માં રચ્યો છે.
અજોડ ,અમાપ,અઢળક સપનાઓ હોય જ છે
પામવાની લાહ્યમાં રુડી રીતોથી આ માણસ જરા કપાયો છે.
દોડ્યો છે ખુબજ પામ્યો પણ છે
પણ આ "માણસ" જરા ઘટી પડ્યો છે.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
Wednesday, 25 January 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment