Wednesday, 25 January 2017

અછાંદસ

રોજ એક સપનું આવીને મને છળે!
મારી ઉર્મિઓને બહેકાવી ..તરબતર રાખી... ભરનીંદરમાં પોઢાડી રાખે
રોજ એક સપનું ...

અરવ પગલે તું આવી ...ધીમેથી મારી
કાનની બૂટ ઝાલી ....
હળવેથી ભાલ પર ચુંબન ચોડી ....
કાનમાં કઈ કહે ...
ને ગીતસુધાની વર્ષા મારા કર્ણપટ પર
ઝૂલી રહે ....
રોજ એક સપનું આવી ......

ક્યારેક વળી વન વન ભમું તું જ સંગે ઝરણું ય વળી ભીંજાઈ રહે આપણી ઓથે ....
આપણે બે ય લીલીછમ વનરાજીમાં ઝૂલીએ ...
તાલ થી તાલ ..ચાલ માં ચાલ..
હાથના અંકોડા ભરાવી ...
સૂરજના પ્રકાશથી નીકળી ...ચાંદનીની
રેલમછેલમાં ...
લટોનાં વિખેરાયા પછી જે ચાહતની વસંત ઢળી ....એ જ રૂપરંગ માં રંગાઇ રહીયે ..સંગે ..સંગે ...

રોજ એક સપનું ......

રોજ આવી કેટલીય વાતો વણકહી મને કહી ....રોજ એક સપનું આવીને  મને છળે

અસ્મિતા

No comments:

Post a Comment