Wednesday, 25 January 2017

અછાંદસ

*# અસ્તિત્વ  #*

એઈઈઈ ઊભી રહે ને...
આમ કાં સડસડાટ ગાડી લઇને દોડતી જાય છે,
આમ આવ ને..
મારી પાસે બેસ ને..
હું તને કંઇ આપી તો નહિ શકું
પણ..
મને સારું લાગશે
તું રોજ અહીંથી પસાર થતી વખતે
મને જોઈને મીઠું સ્મિત આપે છે ને ?
એ જોઈને મારા હ્રદયમાં કુંપણ ફૂટે છે !
હું મને ગમવા લાગું છું ,
બાકી તો અહીંથી હજારો લોકો નિકળે છે
કોઈ જોતુંય  નથી ..
હા જ તો ! હવે હું કોઇના કામનો નથી રહ્યો ને !
એટલે કોઈ મારી દરકાર શા માટે કરે ?
આટલો બધો વરસાદ પડ્યો ,
પણ મને એની કંઇ જ અસર ના થઈ ..
જાણે મારી લાગણીઓ જ બુઠ્ઠી થઈ ગઈ ન હોય ...
પણ તું મારી સામે રોજ મલકે  છે ,
એ જોઈને મને મારા અસ્તિત્વનો એહસાસ થાય થાય છે ..
મને થાય છે કે હું ફરી મ્હોરી શકીશ ...
મને લાગે છે કે હું ફરી લીલોછમ્મ થઈ શકીશ..
ફરી મારા આંગણે પક્ષીઓ માળો બાંધશે ..
ફરી મારી ઘટા કલરવથી ગૂંજી  ઉઠશે..
ફરી હું બુઠ્ઠા ઠૂંઠામાંથી જીવંત વૃક્ષ બનીશ ..
પછી તું મને જોઈને વધુ મલકિશ ....
મલકિશ ને ??

@શબનમ

No comments:

Post a Comment