Wednesday, 25 January 2017

અછાંદસ

*તમને ખબર છે ?*

તમને ખબર છે ?
હું વિવેચક છું !
જાત ઘસીને ચકચકિત કરેલા
નવોદિતનાં ઉજળા શબ્દોમાં
મારી મંછાનાં ડાઘા ના ગોતું...
તો તો ભૈસાબ થઈ રયું !!!
શું સમજો છો તમે તમારા મનમાં ?
હેં ?
કલ્પન મારા કાનમાં સલવાય એવા ના ચાલે,
ઉપમાઓ ઊંઘીછત્તી જ લેવાની,
ઍબ્સર્ડીટી ????
(માય ફુટ)
કવિ છો ને ?
લાવો, સેન્ટિમીટરનાં કાપા પાડી દઉં,
ઇંચ ઈંચના ભાગ પાડી દઉં
માપી-જોખીને જ લખવું હોઁ !
નહીંતર, યાદ રાખજો
છેવટે, હું વિવેચક છું !
વેચાઉં છું બે-ચાર આંસુમાં,
ઉછીની સાસુમાં (સાસુમા ??)
પણ, હું આ બધું ય....
તમને કેમ કહું છું ?
ચલો ચુપચાપ
મેં આપેલા માપ મુજબ,
મારા મેગેઝીનની છાપ મુજબ,
યા સમજોને,
અનાપ-શનાપ મુજબ
લખવા મંડો...

ખબર છે ને ?
હું વિવેચક છું...!!!

*આલાપ*

No comments:

Post a Comment