Monday, 23 January 2017

ગઝલ

ન હારવાનો, ન જીતવાનો
છે પ્રશ્ર ખાલી મુકાબલાનો

વિચાર કેવો,  છે એ મજાનો
મને મળે જો પરમ ખજાનો !

છે સાત ફેરાં , કલમની સાથે
છે સ્યાહી અવસર,વધાવવાનો

તું બાંધ ક્ન્ની ,જીવન સુવાસે
પછી લે લ્હાવો , ચગાવવાનો

અહીં ચડે છે  ,ઇશુ ય શૂળી
વિષાદનાં કર , મળી સજાનો

દીધું ય એણે , લીધું ય એણે
હતું શું તારું , બચાવવાનો?

મળી હજારો, છૂટા પડયાં પણ
એકાદ ભીતર , વસે છે છાનો
---- કવયિત્રી - પ્રજ્ઞા વશી

No comments:

Post a Comment