Monday, 23 January 2017

ગઝલ

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

(છંદ : ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા)

દર્દ દિલમાં કોતરાવીને લખું આજે ગઝલ...
ઘાંવ તાજા ખોતરાવીને લખું આજે ગઝલ...

સાવ ખાલી ખમ પડ્યા છે હાથ મારા એટલે...
ટેરવા ગોથે ચડાવીને લખું આજે ગઝલ...

દોસતોની જીત ખાતર હારવું પડ્યું  અહીં...
હારને મારી પચાવીને લખું આજે ગઝલ...

ના હતી લખવાની આદત એક શ્વાસે એટલે...
ધડકનોને ફોસલાવીને લખું આજે ગઝલ...

માત્ર મારી એક ક્ષણને આપની સદિઓ અહીં...
પળ બે પળને હચમચાવીને લખું આજે ગઝલ...

ના મળ્યો મુજને "સમય" કે ના હતો મારો સમય...
ભાવમાં હું ભેદ લાવીને લખું આજે ગઝલ...

               -"સમય"
(મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ)

No comments:

Post a Comment