અછાંદસ
શીર્ષક: ડમરી
યાદ
સહેજ ડૂસ્કે
શું ચડી..
કે
મને એ વારંવાર
દરેક
જગ્યાએ અત્યાધિક
નડી
હાથમાંથી
સુખી ક્ષણો પડી
હૃદયે જોયું ત્યાં વળી વળી
રેતની એક ડમરી ઉઠી
એને લઈ
એ
દૂર નાઠી
ગોળ ઘૂમરી
માથે મારા
ક્યાંય સુધી
ભમરડા જેમ
ભમતી રહી
હવે..
વરસાદે પણ
માજા મૂકી
એક ભૂલ
ઉઘાડ પછી
મેઘધનુષ
થઈ ચમકી.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment