હોય એનાથી વધારે ક્યાં સુધી લખવું કહો ?
નામ પાણીથી કિનારે ક્યાં સુધી લખવું કહો ?
આજ પણ, આવે છે ઉપસી છાપ એની આંખ પર.
આમ, સ્વપ્ન નાં સહારે ક્યાં સુધી લખવું કહો ?
એ નજર એવી હતી, પ્યાલી ભરેલી જામ ની.
એ નયન કેરા પ્રહારે ક્યાં સુધી લખવું કહો ?
આ ગઝલ ને યાદ તારી,જીવ લાવે તાળવે.
તોય હંમેશા સવારે ક્યાં સુધી લખવું કહો ?
પાંપણો ને પણ હવે તો થાક લાગે છે,"વિપુલ".
આવશે હજુ એ વિચારે ક્યાં સુધી લખવું કહો ?
વિપુલ બોરીસા
No comments:
Post a Comment