Monday, 23 January 2017

ગઝલ

અમારા તમે છો
અમે રે તમારા અમારા તમે છો,
રુદિયે સમાયા અમારા તમે છો.

છે મુશ્કેલ રસ્તો ઘણો પ્રેમનો પણ,
છે સાથે પમાયા અમારા તમે છો.

મળ્યા રાહમાં જો નયનથી નયન ને,
નયનમાં રખાયા અમારા તમે છો.

લખાયા શરીરે તમારા જ નામો,
શરીરે ઘવાયા અમારા તમે છો.

ન બોલી શક્યો પ્રેમથી બે હુ શબ્દો,
અમોથી રિસાયા અમારા તમે છો.

છબી આપની દેખુ ચારે તરફ હું,
બધે છો છવાયા અમારા તમે છો.

અધૂરી નથી ભૈ "કસક"ની કહાની,
છે શબ્દે લખાયા અમારા તમે છો.
     -સંદિપ પટેલ"કસક"

No comments:

Post a Comment