Thursday, 19 January 2017

ગઝલ

કદી સજાવી કદી ઉઘાડી,
ને જાત મારી પછી પછાડી.

જરાય વાંધો નથી જગતને,
અહી અમારી ફના જગાડી.

વગર વિચારે શરાબ ચાખી ,
પછી અમે જિંદગી બગાડી.

કરો મરણની ખબર બધાને,
જગે અગન હા મને લગાડી.

સખાથી 'આભાસ' ચેતજો હો,
ભલા ભલાને છે રજ ચટાડી.

-આભાસ

No comments:

Post a Comment