Wednesday, 25 January 2017

ગઝલ

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

   ☘  तरही गझल..... 24/1/17

ब्हारथी लागु छुं फेलाई गयो
मारी भीतर हुं समेटाई  गयो..

ક્યાં જરુરી હોય શબ્દો પ્રેમમાં
સ્પર્શથી તારા હું પ્રેમાઈ ગયો.

કેમ બાંધો છો સુતરનાં તાંતણે
અશ્રુમાળમા હું પ્રોવાઈ ગયો.

શુન્યમાંથી શ્રી સવા કરવા ભલા
હું જ મારામાં ઉમેરાઈ ગયો.

રોજ લડતો સામી છાતીએ ભલા
આજ મારાથી હું ઘેરાઈ ગયો...

આખડી તારી શ્રધ્ધાની રાખવા
તુજ ચરણમાં હું વધેરાઈ ગયો...

તુ સજાવે રોજ દિલમાં એટલે
ચોકમાં થઈ મોતી વેરાઈ ગયો..

શૈલેષ પંડ્યા

No comments:

Post a Comment