આજની તરહી......
હાથ માંથી હાથ છોડાઈ ગયો, ત્યાં હૃદય ધબકાર ચૂકાઈ ગયો.
સ્વાથૅમાં લૂટ્યો મને કામણ થકી, ને નયન નક્ષે હુ ભરમાઈ ગયો.
સ્પશૅ જ્યાં થ્યો ટેરવાનો ગાલ પર, ત્યાં હરખ દેખી હુ હરખાઈ ગયો.
પ્રેમ કયોૅ એકતરફી તેમને, આંખ મળતાં દદૅ પકડાઈ ગયો.
જે વરખ કંચન નો કાયા પર ચઢ્યો, તે પ્રણય શીલા એ પરખાઈ ગયો.
શબ્દ વાંજીયો બન્યો જો પ્રેમમાં,
મૌન નો પણ અથૅ બદલાઈ ગયો. -સંદિપ પટેલ"કસક"
No comments:
Post a Comment