પ્રેમમાં તો હું ય સપડાઈ ગયો,
ચોર ના હું તો ય ઝડપાઇ ગયો.
આગ લાગીતી દિલે તું ઠારતી,
ત્યાંજ ઘી થૈ હુંય વેરાઇ ગયો.
ફૂલ આ શાને અહીં તો કેદ છે?
બાગ સમજી હુંય ભરમાઈ ગયો.
એ હતા સુંદર અને પ્યારા છતાં,
અંતરેથી કાગ પરખાઈ ગયા.
આજથી જો હું લખું ના ભૂલથી,
મોત ના એંધાણ વર્તાઈ ગયા.
વાઘ આવ્યો છે કહી જે છેતરે,
એક ઉંદરથી જ ગભરાઈ ગયા.
મોતની અફવા જ ફેલાઈ ગઈ,
બાગના ફૂલો જ કરમાઈ ગયા.
મારના તું તીર નજરોના હવે,
કેટલા લોકો જ ભરમાઈ ગયા.
-સંદીપ ભાટીયા
No comments:
Post a Comment