*શૂરો*
કાયર આમ સંકેલીને બેસે
શૂરો તો લડીને મરે
આ ભવ પરભવના કામ
મનુષ્ય અવતારે કરે
કાયર સેન્ય સાથે પણ કાયર ઘણો,
શૂરો લડે એકલપંડે ખરો
ભોંકાય ભાલા
તો પણ ના ઉતરે ઉણો
મૂછોને મરડી તાવ દેતો શૂરો
ધરતીની લાજ બચાવવા,
પંડની આહૂતિ દેતો શૂરો
કફન ઓઢીને શાંતિથી સૂતો
મરીને અમર થઈ જાતો શૂરો
ધરતીના ૠણ ચૂકવતો શૂરો
આવા સપૂતને જણ્યાનો ગર્વ થાતો ઘણો
આમ,જનેતાના ધાવણનાં કર્ઝ ઉતારતો શૂરો.
કાજલ કાંજિયા 'ફિઝા'
26/1/2017
No comments:
Post a Comment