હું રહુ કે ના રહુ પણ બેટા તું સૈનિક થાજે,
પપ્પી દૈને એ કહુ બેટા તું સૈનિક થાજે.
મરજે તું સરહદ પર બેટા ગર્વ થશે મુજને,
કાયરતા પણ ના સહુ બેટા તુ સૈનિક થાજે.
ભારત પોકારે તો વિચારો કોઈ ના કરતો,
ભુલતો ના તારુ લહુ બેટા તુ સૈનિક થાજે
વાણી થી નૈ પણ કર્મોથી પણ વીર થજે તું,
યાદ રહે કહુ છું હું બેટા તુ સૈનિક થાજે
છે ન સમય જાવુ પડશે માં પોકારે મારે,
હા છેલ્લે પાછો કહુ બેટા તું સૈનિક થાજે
વિરલ દેસાઈ"પાગલ"
No comments:
Post a Comment