Friday, 27 January 2017

ગઝલ

ચિત્ર પરથી............

શબ્દ મારા યાદ આજે રાખજે,
થઇ ને મોટો ભોમ આ સંભાળજે.

ભોમ મારી "મા" બની પંપાળશે,
વાયદો રક્ષા તણો તું આપજે.

દેશ સેવા કાજ સરહદ પર અડગ,
શત્રુના શર ભીતરે તું કાપજે.

દેખુ જુસ્સો આજ તારા રક્તમાં,
રક્તમાં ઉષ્મા ઘણી દેખાડજે.

શોહરત,દોલત નો ના કર ગવૅ તું,
જન્મ લીધો તેનુ ઋણ તું વાળજે.
   -સંદિપ પટેલ"કસક"

No comments:

Post a Comment