કોઇ નથી પાસે બેઠો છું
વરસ ગયું એમજ બેઠો છું
કેલેંડરના પાના જેવો
દિવસ થતાં, ફાટી બેઠો છું
પાંખ વિનાનું પંખી જાણે
ઉડવાનું ધારી બેઠો છું
રઝળી રખડી થાકી હારી
જેમ બખોલ ઘર જ બેઠો છું
તું ના આવી તે ના આવી
બસ બારી ખોલી બેઠો છું
-ડો. કૌશિકરાય પંડયા
No comments:
Post a Comment