.
પ્રણય મોકો મને આપી ગયો,
ઘરે હું એમનાં પ્હોચી ગયો.
ગયો તો ઘૂંટ પીવાં એકને,
ખુશીમાં જામ આખો પી ગયો.
હવે ફીકાં બધાંયે સ્વાદ છે,
અધર હું જ્યારથી ચાખી ગયો.
હતું મનમાં ઘણું રોકાવ ત્યાં,
પરાણે હું મને હાંકી ગયો.
હતો વિશ્વાસ એનાં પ્રેમમાં,
હતું અંતર છતાં કાપી ગયો.
રત્નેશ અલગોતર "નિરાશ"
No comments:
Post a Comment