Thursday, 26 January 2017

ગઝલ

વાતો મહી કોઈ ન એની ગડ મળે.
કે આજપણ એનું હૃદય ત્યાં જડ મળે.

શું કામ ખાલી ખોટુ કોતરતી સમય,
યાદો લઈ બેસું સુના કાપડ મળે.

પોઢી ગયા સમણાં ખુલી આંખો હતી,
લઇ આવજે નિંદર તું જો જાંગડ મળે.

એ શોધતો સાચી જણસ પેટાળમાં,
લાચાર છે સોની હવે ત્રાગડ મળે.

ખામોશ આ તમરા મગજમાં બોલતા,
ઠંડી હવામાં ક્યાંક તો વાવડ મળે.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment