સમુહે ચલીને મજા છે સફરની
નજરનેમળીરાહઆજે નજરની
ઉદાસી હતીઆંખ સામે છતાયે
સદા કામલાગી ઉમીદો સહરની
જરુરત વધારે ગણીનેજગતની
બચાવીઅમેલાજફળતાશજરની .
બતાવી ગયેલા વડીલો વિનય જે
રહી સાથ કાયમ અદા તે અસર ની .
ઉતારે જવાના પ્રયાસે અડીખમ
નથી કોઇ ચિંતાજ લાંબી ડગર ની.
કલમ હાથ માં લઇ અસર કલ્પનાની,
પડે છે હવે તો સમજ લય બહરની.
ચલે યુગ માસૂમ વિકારી વિલાસી,
હવે થાય ચિંતા વધારે બશર ની.
માસૂમ મોડાસવી.
No comments:
Post a Comment