Monday, 16 January 2017

ગઝલ

થીજેલી યાદોનું વાદળ ધુમ્મસ ધૂમ્મસ
આંસુનાં પડળૉમાં કાગળ ધુમ્મસ ધુમ્મસ,

વિતેલી સંગાથે એની ના ક્ષણ એક પણ,
કલ્પન સઘળાં થાયે ઝાકળ ધુમ્મસ ધુમ્મસ

ચાલી આ વણઝારો, ઉડાવીને નિંદર,
ઝાંખા સપનાની આ સાંકળ ધુમ્મસ ધુમ્મસ

આંસુઓનાં ટોળેટોળા પાંપણ પાછળ
ટપ ટપ ટપકે પલળે કાજળ ધુમ્મસ ધુમ્મસ

ચુપકીદી અકળાવે ખુદને ખુલ્લાં હોંઠે,
શબ્દો ડોલે આગળ પાછળ ધુમ્મસ ધુમ્મસ

પૂર્ણિમા ભટ્ટ "તૃષા"

No comments:

Post a Comment