Monday, 16 January 2017

ગઝલ

Gazal...

આગ શમી, લાખો યત્ને, ધુમાડાઓના ગોટેગોટા.
ઘટના તો ત્યા થંભી ગઇ, પણ અફવાઓના ગોટેગોટા.

સ્હેજ અમસ્તુ, સ્હેજ હસી જ્યા, એની સામે આંખો માંડી,
ત્યાર પછી એની આંખોમા સપનાઓના ગોટેગોટા.

એક બનેલી ઘટના ઉપર નેતાજીએ ભાષણ આપ્યુ,
એ દિવસથી રોજ-બરોજે ઘટનાઓના ગોટેગોટા.

મે કીધુ કે મંઝિલ પ્હોચ્વા ઈશ્વર એકાદ બતાવ ર સ્તો,
એણે મુક્યા મારી સામે નકશાઓના ગોટેગોટા.

- દિપક મહિડા 'દર્પણ'

No comments:

Post a Comment