મળી છે જિંદગી મોજમાં રહું છું
છે આ ધરતી પણ સ્વર્ગમાં રહું છું.
મંજીલો ને પામતો રહું છું
રોજે રોજ રસ્તા પર રહું છું.
ઈશ્વર સાથે ઓળખાણમાં રહું છું
મંદિરોની એટલેજ તો કતારમાં રહું છું.
મૂળે હું કોણ? શોધતો ફરું છું
મળી જવાય કદી મુજને એ તાકમાં રહું છું.
ભવ ના ફેરામાં ભ્રમિત રહું છું
છતાં "નીલ" મોજમાં રહું છું.
કારણ...
જગત સત્ય ને...
જગમાં જગ જાહેર થઈને રહું છું.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
Monday, 23 January 2017
ગઝલ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment