Thursday, 19 January 2017

ગઝલ

આમજ અમથી જીંદગી વેડફાઈ ગઈ,
જોતા રહ્યા ને ઘડીયો પસાર થઇ ગઈ.
પ્રતિબિંબ જોતી રહી આયનામાં ને,
જાતની ઓળખ શોધતી રહી ગઈ.
પરીસ્થિતીના બોજથી દટાઇ ને,
બધુ જાણવાં છતા અજાણ રહી ગઈ.
જાતમાં પરીવર્તન લાવવા જતા,
હુ જ મારી જાતને વિસરી ગઈ.
લાગણીશીલ ન બનવુ એવુ માની,
ભાવુકતા રહીત યંત્રવત્ બની ગઇ.
વ્યર્થ સઘળું, અર્થહીન જીવન,
હર ક્ષણ જાણે હું મરતી ગઈ.
રૂહની..........

No comments:

Post a Comment