Thursday, 19 January 2017

ગઝલ

એક ગઝલ

કોણ ફૂલોના હોઠે મધુ ભરે છે,  
છેવટે તો ખુદ તરસ્યુ જ આથમે છે. 
કોણ અંદર રહી જાત સાથે લડે છે,
દોસ્ત દુસ્મન રોજ ઉગે રોજ આથમે છે . 
સતત એ આંખોમાં વસવા મથે છે,  
છે કસ્તર હજુય આંખમાં ખટકે છે.  
મૂર્ખ પ્રજા પાવલીઓ ગણે છે,
મેળવવા આખો મુલક બાખળે છે.  
અસંતોશની આગ સતત વધે  છે,  
અમર્યાદ માનવ ભુખ ની મોકાણ છે.   

દિલીપ ઠકકર.
આદિપુર

No comments:

Post a Comment