શબ્દ હું બે ચાર લખું છું
જે લખું તે બસ એની શાનમાં લખું છું .
વિચારી વિચારી ને ક્યાં લખું છું ?
આ જે લખું તે એના વહાલમાં લખું છું .
લય ગોતવામાં ભૂલો પડું છું
લાગણી ને જરા સહજતાથી લખું છું.
ક્ષણે ક્ષણ એની સાથમાં છું
માટે જ તો સમયનો આખો ખંડ લખું છું.
એ આવે શબ્દોને મહેકાવે
ને હું "નીલ" આખું ઉપવન લખું છું.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
No comments:
Post a Comment