Tuesday, 24 January 2017

गझल

સુતેલી યાદોને ઢંઢોળી ઢંઢોળીને
રાત આખી એક અમથું સુકુન શોધું
ને સન્નાટાના શાંત પડઘાઓમાંથી 
કોઈ બોલાવે એવો સંગાથ શોધું

આ ખૂંખાર તન્હાઈની જાહોજલાલી
શબ્દોમાં કેમ કરી એને હું વર્ણવું
એકાંતમાં સાથ આવે એવો એક  
પ્રેમથી લંબાયેલો કોઈ હાથ શોધું

આ ઊઘાડી આંખોના સ્વપ્નોમાં
પણ ભાર હોય છે અનોખો ગજબ
ને ઊંઘ પછીના આ શમણાઓમાં
મોરપીંછ જેવો એક હળવો અર્થ શોધું

જો એની સાથે આંખ મળે તો પછી
સ્નેહની એક સુગંધી શક્યતા શોધું
એ અચાનક મને ભેટીને જતા રહ્યા
ને હવે હવાઓમાં એનો સ્પર્શ શોધું 

રચીને મહાભારત એક "પરમ" અહીં
એક ગીતા તો હમણાંજ લખી નાંખું
પણ કૌરવોની "પાગલ" વસ્તીમાંથી
કેમ કરીને હું એક યોગ્ય પાર્થ શોધું

ગોરધન ભાઈ વેગડ **પરમ પાગલ**

No comments:

Post a Comment