Tuesday, 24 January 2017

ગઝલ

.       "શબ્દો માં પ્રેમ"

        " તમારા ગયા પછી "

હાલતના છી બિમાર તમારા ગયા પછી...
જીવન છે નિરાધાર તમારા ગયા પછી...

છું અંધકારમાં ને તમારા ખ્યાલમાંં...
ઊગી નથી સવાર તમારા ગયા પછી...

આ ઝિંદગી મળી છે શું કરવા ને દોસતો...
કારણ મળ્યા હજાર તમારા ગયા પછી...

કાં હોય સાથ તું ને કાં ના હોય ઝિંદગી...
આવે છે એ વિચાર તમારા ગયા પછી...

યાદોમાં તું રહે છે બની "પ્રેમ" ઝંખના...
છે દિલ આ તારતાર તમારા ગયા પછી...

                    - "પ્રેમ"
       (મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ)
               (24/01/2017)

No comments:

Post a Comment