Wednesday, 25 January 2017

અછાંદલ

સૈનિકની વેદનાં

બેટા હું હવે જાઉં છું
તારા જન્મને છ માસ વિત્યાં
પછી તારૂ મોં જોવા મને
૧૫ દિવસની રજા મળી હતી
તે આજ પુરી.....

આમેય સૈનિકને વરસમાં એક જ વાર રજા મળે....
આખું વરસ પત્ની , બાળકો,
કુટુંબ ,સગા સબંધી બધાં
રાહ જોતાં હોય ને સરહદ પર કઈ બને તો રજા રદ થાય....

આજે હું જાઉં પછી કયારે પાછો આવીશ એ મને જ ખબર નથી...

કદાચ યુધ્ધમાં......

કે પછી પકડી દુશ્મન દેશ જેલમાં પણ રાખે..

હાં પણ આવું કંઈ બને તો તું

મોટો થઈ લશ્કરમાં જ જોડાજે...

ને બાળક જાણે જાણી ગયું હોય કે હવે મારા પપ્પા પાછા નહીં આવે એ રીતે પપ્પાને આંગળી પકડી વચન આપ્યું કે
રોકાય જવાં આગ્રહ કર્યો ?

તે તેનાં પપ્પા સમજી શક્યાં નહી.....
સજળ આંખે સરહદે જવાં નીકળી ગયાં.

     રત્નેશ અલગોતર "નિરાશ"

ચિત્ર પરથી કાવ્યસ્પર્ધા માટે આ રચનાં

No comments:

Post a Comment