સાવ કોરો એક કાગળ નીકળે,
કૈક ઈચ્છાઓનું કાસળ નીકળે;
એકધારે એ પછી વરસી પડે,
આંખમાંથી કોઈ વાદળ નીકળે;
જ્યાં જતનથી લાગણી રોપો તમે,
ત્યાં જ અંતે થોર-બાવળ નીકળે;
બંધ મુઠ્ઠી છે સમયની એટલે,
કાલ વિશે લાખ અટકળ નીકળે;
દીપ પ્રકટાવો તમે શબ્દો તણાં,
તો દિશાઓ આઠ ઝળહળ નીકળે;
હાથમાં લઈએ કલમ પછી અમે,
જો ગઝલની સાથ અંજળ નીકળે;
જીંદગી હાંફી ગઈ છે દોડમાં;
શક્ય છે કે મોત આગળ નીકળે.
- હિમલ પંડ્યા
No comments:
Post a Comment