ઇચ્છઓના તળિયામાં મે ડૂબકી દીધી.
ઝાકમઝોળ ઝળઝળિયામાં મે ડૂબકી દીધી.
ધગધગતા રણની વચ્ચોવચ ઊભા રહીને
મૃગજળનાં ખળખળિયામાં મે ડૂબકી દીધી.
ઘર, ઉંબર ને ઓસરી ત્યારે જોતા રહી ગયા
સૌને છોડી ફળિયામાં મે ડૂબકી દીધી.
સાત સમંદર જેની આગળ ખાલી લાગે
માતાનાં માદળિયામાં મે ડૂબકી દીધી.
છલાંગ લગાવી નરસૈયાનું નામ લઇને
છલકાતા શામળિયામાં મે ડૂબકી દીધી.
--- ધર્મેશ ઉનાગર
No comments:
Post a Comment