.
એક ચહેરો આંખ સામે તરવરે,
જીવ મારો પાસ તારી ટળવળે.
આંખમાં તારી ઘણું કામણ હતું ,
યાદ આવે એ નજર ને ચરચરે.
વાત તારી આમ તો સાદી હતી,
કોણ જાણે તોય અંદર ખળભળે.
ચો તરફ અંધાર તારાં ઓરડે,
તોય દીપક આશનો જો ઝળહળે.
પ્રેમનો દરિયો ઘણો ઊંડો હશે,
શોધવાથી નહિ કદી ત્યાં તળ મળે.
આજ દર્શન થાય એવું લાગતું,
આંખ જમણી આ અચાનક ફરફરે.
આવશે વસમો વિરહ ન્હોતી ખબર,
દિલ અમારાં દૂર થાતાં કળકળે.
રત્નેશ અલગોતર "નિરાશ"
No comments:
Post a Comment