Monday, 30 January 2017

ગઝલ

તું મળે, જીદ ફળે,
લોક છો ને બળે;

આ નજર ટળવળે,
તું જુએ, કળ વળે;

હેતની હૂંફથી
પીડ સઘળી ટળે;

આજ સાગર સ્વયં
જઈ નદીને મળે!

સાંજના સ્પર્શથી
સૂર્ય પણ ઓગળે;

જે ગુમાવ્યું અહીં,
એ જ પાછું મળે;

બોખલા સ્મિતમાં
બાળપણ સળવળે;

મૌન સંવાદને
કો'ક તો સાંભળે;

શબ્દના કાગળે
રોજ દીવા બળે;

આંખને ખોલતા
જીંદગી પ્રજ્વળે;

આંખને બીડતા
જીંદગી ઝળહળે.

: હિમલ પંડ્યા

No comments:

Post a Comment