શ્વાસમાં છરકાં કરીને એમ આરી થૈ ગયો
એક માણસ પ્રેમ નામે કલમકારી થૈ ગયો
*વિસ્તરી છે ઝંખના ઘરમાં અચાનક રણ બની
ઝાંઝવા અમને દઈ એ નામધારી થૈ ગયો
સાવ પોતીકાં ગણીને જે લખ્યાં'તા ખત બધા
પ્રીત નામે લેખની વેંચી, બજારી થૈ ગયો
નામ એનું અંગ પર ઓઢી અમે પોઢ્યાં જરી,
ચીતરી એ કેનવાસે, ચિત્રકારી થૈ ગયો
પ્રેમની એ, એષણાઓને શમાવી તે પછી,
નામ મેલી મુક્ત થૈ ને, ભેખધારી થૈ ગયો
----------હેમા ઠક્કર "મસ્ત "--------28--1-2017
No comments:
Post a Comment