અમે ધીમે ધીમે વરસીએ,તમે ધોધમાર વરસો.
લાગણીઓની હેલી થાય તો કયા નેવે નીતરસો.
યાદનો કારોબાર રાખોસો,અમને બારોબાર રાખોસો,
અઢળક ઢળો તો આંસુ જેવું,
નખથી નક્ષ>। ભીંજાણા એવું,
અમે ધીમે ધીમે મરકીએ,તમે કયા ઘડામાં ભરશો.
અમે ધીમે ધીમે વરસીએ,તમે ધોધમાર વરસો.
ઉઘાડ થયાનું અડવું લાગે,
ઝાકળ જોઈ બળવું લાગે.
વાસ્યા કમાડ તમે ખોલો.
આંખોથી કંઇ તો બોલો.
અમે કોરા પડછાયાની છાપ,તમે કયા ભરત એમા ભરસો.
અમે ધીમે ધીમે વરસીએ,તમે ઘોધમાર વરસો.
મુકેશ કાનાણી!નાકામ!
Monday, 30 January 2017
ગઝલ
Labels:
મુકેશ કાનાણી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment