ભાવો ભરેલી આંખથી થાતી સદા વાતો બધી
આંખો મહીં આંખો ધરી રાતો બધી પ્રાતો બધી
બોલ્યા કરો બોલ્યા વિના સંસારથી આઘા રહી
જોજો જરા બોલો નહીં મૂંગા છતા વાતો બધી
વેપાર આવો એક આજે સાથ બેસીને કરી
એના પુરાવા આપણે આંખો વદા વાતો બધી
આંખો તમારી જીભથી ઝડપી જરા જાજી રહી
સંતાડશો વાતો નહીં નૈનૈ અદા વાતો બધી
એકાદ ખેલો ખેલને જોતા રહી આંખો મહીં
આડી નજર કરશો નહીં સમજી જતા વાતો બધી
તાકો મને તાકો તમે તાકો અનેરી આંખથી
આંખો વતી વાચા થતી ના'કો છતા વાતો બધી
જોતો તમારી આંખના ઊંડાણને ફરતા મતી
ધીમા રહીં ગરકાવ થાતા ડૂબતા વાતો બધી
તરતો તમારા મન તળાવે દ્રાર આખોનાં વતી
મનમાં અનેરી મોજ છે બસ જામતા વાતો બધી
-કવિ ધાર્મિકભા ગઢવી
No comments:
Post a Comment