Monday, 23 January 2017

ગઝલ

જોવે તમારી આંખ, તો બહેકાય કાફિયા,
મુકું તમારું નામ, તો મહેકાય કાફિયા.

જે કૈફમાં મુકેને એ કહેવાય કાફિયા,
હર એક શે'ર સાથ ઉમેરાય કાફિયા.

જો દોડ મારી સાથ કરે કાફિયા રદીફ,
એમાંય સૌથી પહેલા તો પકડાય કાફિયા.

પહેલા લખાય તો ય કરે માન અન્યનું,
જુઓ રદીફની બાદ છે બોલાય કાફિયા.

'પ્રત્યક્ષ' વાત વાતમાં એવું બનેય છે,
જાઉં રદીફ લેવા, ને ખોવાય કાફિયા.

રવિ દવે 'પ્રત્યક્ષ'

No comments:

Post a Comment