Monday, 23 January 2017

ગઝલ

મારે તો શબ્દો નો દરિયો જોવો છે,
કાવ્યે જ પરીઓનો  મેળો જોવો છે.

જાણું છું શબ્દોના ઘા કેવા વાગે,
તુજને આ તીરે વીંધાતો જોવો છે.

મેં તો બાંધ્યાં છે સ્વપ્નોના દેવાલય,
એમાં તુજને તો પૂજાતો જોવો છે.

ખોટી વાતોમાં ના ભોળવ તું આજે,
આ તારો સાચો જ ચહેરો જોવો છે.

મારા શબ્દોથી તું દાજ્યો  છે લાગે,
શબ્દોના આસુંથી રડતો જોવો છે.

-સંદીપ ભાટીયા

No comments:

Post a Comment