Wednesday, 25 January 2017

ગઝલ

હું જ્યાં ને જે સ્થિતિમાં બેઠો છું એજ મારો તખત છે.           .
હર દિન હર ઘડી હર પલ બસ મારો જ વખત છે                                

આમતો મારાં આંસુઓથી જ હળવોફુલ થઇ જાવ છું
છતાય હસવા ને હસાવવાનો પ્રયત્ન તો સતત છે

લાગણીવશ થયેલા અત્યાચાર ખાળી શકું છું પ્રેમથી
શાયદ આ મારી કમજોરી જ જાણે મારી તાકાત છે

આંખોના ઈશારાની જાણકારી થઇ જ્યારથી હૃદયને          
સમજાયું કે પ્રેમની ભાષા પણ કેટલી જબરજસ્ત છે           
         
શક્યતા જીતવાની તો હર મોરચે હતી પુરતી મારી
પણ મારી જિંદગી જીવવાની રીતજ થોડી અલગ છે

જે''દી થી સાવચેતીને મૂકી દીધી મેં અભેરાઈ ઉપર
બસ તે'દી થી આ જિંદગી જાણે ખૂબ જ સલામત છે

બીજાના કર્મોના ફેસલા માટે એક "પરમ" અદાલત છે
આપણા ફેસલા તો સમજણ સામે "પાગલ" બગાવત છે

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

No comments:

Post a Comment