Wednesday, 25 January 2017

ગજલ

આભે ચમકતા ચાંદની કોઈ કહાની હોય છે,
રાત પણ એ ચાંદની સાચી દીવાની હોય છે.

શોધતો હું તો ફરું, આ અંતના અંજામ પર,
શોધવાથી ક્યાં મળે, થોડી જવાની હોય છે.

હોય જે મૂરત અધૂરી, પ્રેમના એ સ્પર્શથી,
શું ખબર એને પ્રણયમાં ખાનદાની હોય છે.

રામ પણ ચાખી ગયા છે બોર શબરી પ્રેમના,
ચાહવાની એ કળાને જીવવાની હોય છે.

કૃષ્ણની એ વાસળીમાં સુર રાધા નામનો,
સુરે ધધક્તિ યાદને તો નાથવાની હોય છે.

હાર્દ

No comments:

Post a Comment